મુંબઇઃ દેશમાં ફરી એકવાર કોરોનાએ કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. કોરોનાના કેસોના વધારામાં સતત દરરોજ વધારો નોંધાઇ રહ્યો છે. સામાન્ય લોકોથી લઇને બૉલીવુડ સ્ટાર હવે કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે. થોડાક દિવસો પહેલા કોરોનાથી બૉલીવુડ કેટલાક સ્ટાર્સ સંક્રમિત થયા હતા, જેમાં હવે વધુ એક નામ સામેલ થઇ ગયુ છે. અભિનેતા સિદ્વાંત ચતુર્વેદી કોરોનાથી સંક્રમિત થઇ ગયો છે. 


કોરોનાએ માર્યો થપ્પો- સિદ્ધાંત
એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ સોશ્યલ મીડિયા પર ખુદને કોરોના સંક્રમિત થયા હોવાની જાણ કરી છે. એક્ટર હવે કોરોનાના કારણે ખુદ ક્વૉરન્ટાઇન થઇ ગયો છે. સિદ્ધાંત ચતુર્વેદી પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- હમણાં જ કોરોના વેક્સિન આવવાની ખુશી થઇ હતી કે કોરોનાએ થપ્પો મારી દીધો. જોકે તેમને આગળ લખ્યું તે સાજા થવાના સ્ટેજ પર છે. 




હું દરેક પ્રકારની સાવધાની રાખી રહ્યો છું- સિદ્ધાંત ચતુર્વેદી
આ પહેલા એક્ટરે ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉરી શેર કરીને કહ્યું હતુ કે- હું તમને બધાને મારી ચિંતા માટે ધન્યાવાદ આપવા માગુ છુ, હા, હું કોરોનાથી સંક્રમિત થયો છું, અને હું ઠીક છું... સિદ્ધાંત ચતુર્વેદીએ જણાવ્યુ કે તેને ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધો છે, હું દરેક પ્રકારની સાવધાની રાખી રહ્યો છું, સાથે ડૉક્ટરે કહેલી તમામ વાતો પર ધ્યાન રાખતા આની સામે લડવાની કોશિશ કરી રહ્યો છું. 


વળી, જો સિદ્ધાંત ચતુર્વેદીની વર્કફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાંત બહુ જલ્દી દીપિકા પાદુકોણ સાથેની ફિલ્મમાં દેખાશે. સાથે તે  આજકાલ બંટી ઔર બબલી 2 અને ફોન ભૂત ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. 




ગૌહર ખાન પણ કોરોના પૉઝિટીવ....
આ પહેલા સમાચાર આવ્યા હતા કે બૉલીવુડ એક્ટ્રેસ ગૌહર ખાન પણ કોરોના પૉઝિટીવ નીકળી છે. બીએમસીના ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ થયુ કરવામાં આવ્યુ હતુ. જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે એક બૉલીવુડ એક્ટ્રેસ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. ટ્વીટ અનુસાર આ એક્ટ્રેસ પર આરોપ છે કે કોરોના સંક્રમિત હોવા છતાં તે નિયમોનુ ઉલ્લંઘન કરીને બહાર ફરી રહી છે. ટ્વીટમાં બીએમસીએ એક્ટ્રેસના નામનો ખુલાસો કર્યો ન હતો.  વળી, બૉલીવુડ સુત્રો અનુસાર આ એફઆઇઆર ગૌહર ખાન વિરુદ્ધ નોંધાઇ છે. બતાવવામાં આવી રહ્યું છે કે ગૌહર ખાન પર આરોપ છે કે તે કોરોનાથી સંક્રમિત છે, અને નિયમોનુ પાલન ના કરતા ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે બીએમસીના અધિકારી ગૌહર ખાનના ઘરે ચેક કરવા પહોંચ્યા તો ત્યાં તે ના મળી. એક્ટ્રેસ કેસ દાખલ થયા બાદ પોતાના ઘરેથી ગાયબ થઇ ગઇ હતી.