બાર્કના જણાવ્યા મુજબ, સવારે અને સાંજે બેંડમાં દર્શકોની સંખ્યામાં આશરે 40,000% નો ઉછાળો જોવા મળ્યો છે. જે ખાનગી પ્રસારકોની હાજરી છતાં ઉચ્ચ દર્શક વર્ગનો અનુભવ કરાવે છે. હિન્દુ પૌરાણિક કથાઓની સીરિઝ રામાયણ-મહાભારતથી શરૂ કરીને દૂરદર્શને શક્તિમાન અને બુનિયાદ જેવી અન્ય ક્લાસિક સીરિયલ દ્વારો લોકોનું મનોરંજન કર્યુ હતું.
આ પૈકી મોટાભાગનું નિર્માણ દેશમાં ટીવી પ્રસારણ પર દૂરદર્શનનો એકાધિકાર હતો ત્યારે થયું હતું. બાર્કે ડીડીને ઉગારવા માટે રામાયણ અને મહાભારતના પ્રસારણને ટોચ પર રાખ્યું, જ્યારે અન્ય કાર્યક્રમોએ પણ પસંદગીના સમય સ્લોટમાં ચેનલની સ્થિતિ શ્રેષ્ઠ બનાવવાં મદદ કરી.
કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોનાથી 7447 લોકો સંક્રમિત થયા છે. આ વાયરસે 239 લોકોનો ભોગ લીધો છે. જ્યારે 642 લોકો તેમાંથી સાજા થઈ ગયા છે.