મુંબઈ: દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 92 કેસ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1666 થઈ છે.



મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1666 પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે. છેલ્લા 12 કલાકમાં 92 નવા કેસ નોંધાયા છે. જેમાં મુંબઈમાં 72,ઔરંગાબાદમાં 2, માલેગાંવમાં 5,પનવેલમાં 2,કેડીએમસીમાં 1,ઠાણેમાં 4, પાલઘરમાં 1,નાસિક નિયત 1, નાસિક શહેર 1,પુણેમાં 1,અહમદનગરમાં 1, વસઈ-વિરારમાં 1 કેસની પુષ્ટી થઈ છે.

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના 7447થી વધારે કેસ નોંધાયા છે. શુક્રવારે એક દિવસમાં 869 નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીં 27 દિવસમાં કોરોનાના કેસ 100 ગણી ઝડપથી વધી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે 12 મોત નિપજ્યાં હતાં. તેમાંથી મુંબઈમાં 10, પનવેલ અને વસઈ વિરારમાં એક-એક કોરોના સંક્રમિતથી મોત નિપજ્યાં હતાં. મુંબઈમાં જીવ ગુમાવનારાની ઉંમર 46થી 75 વર્ષ વચ્ચે છે. મૃતકોમાં 6 પુરુષ અને ચાર મહિલા છે.