'હાઉસફૂલ-4'માંથી નાના પાટેકર OUT, 'બાહુબલી'ના આ સ્ટાર એક્ટરની થઈ એન્ટ્રી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Nov 2018 07:09 AM (IST)
1
ફિલ્મ સાઇન કરવાની પુષ્ટિ ખુદ રાણા દુગ્ગુબાતીએ આપી છે. તેણે કહ્યું છે કે, હૈદરાબાદથી બહાર કામ કરવાની હમેશાં ઉત્સુક્તા રહે છે. તેણે કહ્યું કે તે ક્યારેય કોમેડી ફિલ્મોનો ભાગ નથી રહ્યો તેથી તે આ પ્રોજેક્ટ અંગે ઘણો જ ઉત્સાહિત છે.
2
મુંબઇ મિરરની રિપોર્ટ મુજબ રાણાએ આ ફિલ્મ માટે હામી ભરી દીધી છે. રાણા ફિલ્મમાં નાના પાટેકરની જગ્યા લેશે.
3
મુંબઈઃ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ નાનાએ પોતાની હાલની ફિલ્મ હાઉસફુલ 4માંથી બહાર થવું પડ્યું છે. હવે નાનાની જગ્યાએ બાહુબલીમાં ભલ્લાદેવની ભૂમિકા ભજવનાર રાણા દુગ્ગુબતી લેશે. તેને આ પ્રકારની કોમેડી ફિલ્મમાં જોવું રસપ્રદ હશે.