મુંબઈ: રણવીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં છે. ખુદ રણવીર અને આલિયા પોતાના અફેર અંગે મૌન રહે છે પણ બન્ને પોતાના રિલેશનશિપને ક્યારેય છુપાવતા પણ નથી. આ બન્ને ટૂંક સમયમાં લગ્ન કરશે એવી ખબરો પણ આવતી રહી છે. તેની વચ્ચે સોશિયલ મીડિયા  પર આ બન્નેના લગ્નનો એક કાર્ડ વાયરલ થઈ રહ્યો છે.



એવામાં તેમના ફેન્સને સવાલ છે કે રણવીર અને આલિયાના લગ્ન ક્યારે અને ક્યાં થવાના છે ? શું બન્ને આવતા વર્ષે 22 જાન્યુઆરીએ લગ્ન બંધનમાં બંધાઈ જશે ? શું બન્નેના મેરેજ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં થશે ?



જો કે વો઼ટ્સએપ પર વાયરલ કાર્ડ નકલી અને ફોટોશોપ્ડ છે. સૌથી પહેલા તો કાર્ડ પર આલિયાના પિતાનું નામ મુકેશ ભટ્ટ લખ્યું છે. સૌ કોઈ જાણે છે કે આલિયા સોની રાજદાન અને મહેશ ભટ્ટની પુત્રી છે અને મુકેશ તેના કાકા છે. અંગ્રેજીમાં લખેલી ALIYAની નામની સ્પેલિંગમાં પણ ભૂલ છે. ખુદ આલિયા અંગ્રેજીમાં પોતાના નામની સ્પેલિંગ ALIA લખે છે. તે સિવાય આ કાર્ડની ક્વોલિટી જોઈને પણ ખબર પડી જાય છે કે આ કાર્ડ નકલી છે.