આલિયા ભટ્ટનું હવે બોલીવુડના આ હેન્ડસમ હીરો સાથે અફેર ? બંનેએ ઈઝરાયલમાં સાથે કર્યું ન્યુ યર સેલિબ્રેશન
મુંબઇઃ હોટ ફિલ્મી અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ કોઈ ને કોઈ ફિલ્મી અભિનેતા સાથે જોડાયેલું રહે છે. પોતાની પહેલી ફિલ્મથી જ છવાઈ ગયેલી આલિયાનાં અફેર સતત ચર્ચામાં રહે છે. હવે તેનું વધુ એક અફેર ચાલી રહ્યું હોવાના અહેવાલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટ અને રણબીર કપૂર અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પહેલી વાર એક સાથે જોવા મળશે. થોડા સમય પહેલાં બંન્ને નવા વર્ષની ઉજવણી માટે ઇઝરાયલમાં સાથે જોવા મળ્યાં હતા. બંને એક સાથે રહ્યાં હતાં તેવા પણ અહેવાલ છે.
આ વખતે આલિયાનું નામ બોલીવુડના હેન્ડસમ હીરો રણબીર કપૂર સાથે જોડાયું છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ન્યુ યર સેલિબ્રેશન માટે ઈઝરાયલ સાથે ગયાં હતાં તેના કારણે તેમની વચ્ચે અફેર ચાલી રહ્યો હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
બીજી બાજુ આલિયા બિન્દાસ્ત છે. આ પહેલા પણ આલિયાનું નામ એના સહકલાકારો સાથે જોડાયું છે. આથી તે આ બાબતે કોઇ પણ ચર્ચા કરવા માંગતી નથી. આલિયાનું નામ આ પહેલાં વરૂણ ધવન, સિધ્ધાર્થ મલહોત્રા સહિતના કલાકારો સાથે જોડાઈ ચૂક્યું છે.
રણબીર કપૂર અને માહિરાના સંબંધો થોડા સમય પહેલાં ચર્ચામાં હતા. આ સ્થિતીમાં ફરી આલિયા સાથે એનું નામ જોડાય એ એને બિલકુલ પસંદ નથી. રણબીર કપૂરનું નામ દીપિકા પદુકોણે સહિતની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે.
રણબીરની ઇચ્છા નથી કે બોલીવૂડમાં એના 'પ્લેબોય' તરીકેની ઇમેજ ઉભી થાય. આ ઉપરાંત તે હાલ આવી કોઇ અફવાની બબાલમાં પડવા માંગતો નથી. તેણે એવી પણ સૂચના આપી છે કે ઈઝરાયલમાં આલિયા ઉપરાંત આયાન મુખર્જી પણ તેની સાથે હતો.
જો કે એવા પણ અહેવાલ છે કે આલિયા સાથેના અફેરની વાત બહાર આવતાં રણબીર કપૂર નારાજ છે. રણબીર કપૂરે એના આલિયા સાથેના અફેરની વાતો વધારે ના ફેલાય એ માટે કરણ જોહરને પગલાં લેવા કહ્યું છે. તેણે આલિયાની પી.આર.ટીમને તાપણ બડતોબ આ અફવાનું ખંડન કરવાની વિનંતી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -