સ્પોટબોયના અહેવાલ અનુસાર, આલિયા ભટ્ટ અને રણબીર બે સપ્તાહમાં લગ્ન કરી લેશે. કપલ ફ્રાન્સમાં લગ્ન કરશે. તેમના લગ્ન માટે શેફ ઋતુ ડાલમિયાને કેટરિંગની વ્યવસ્થા માટે એપ્રોચ કરવામાં આવ્યા છે. જણાવીએ કે, અનુષ્કા-વિરાટના લગ્નમાં પણ ઋતુએ જ કેટરિંગ સર્વિસ ઉપલબ્ધ કરાવી હતી.
બન્નેના લગ્નના અહેવાલમાં કેટલું સત્ય છે એ તો સમય આવ્યે જ ખબર પડશે. જણાવીએ કે, આ પહેલા અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના લગ્નના સમાચાર ખૂબ વાયરલ થઆ હતા. પરંતુ આ સમાચાર પણ માત્ર અફવા સાબિત થયા હતા.