અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી છ વિધાનસભાની પેટાચૂંટણીની આજે મતગણતરી થઈ રહી છે. આજે અમરાઇવાડી, બાયડ, ખેરાલુ, રાધનપુર, થરાદ અને લુણાવાડા વિધાનસભા બેઠકોની મતગણતરી થઈ રહી છે. અમરાઇવાડી બેઠક પર કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ પ્રથમ રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના જગદીશ પટેલ પાછળ ચાલી રહ્યા છે.


આ ઉપરાંત રાધનપુર, લુણાવાડા, બાયડ બેઠક પર પણ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તો ખેરાલુ અને થરાદ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. બાયડમાં ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના જશુભાઈ પટેલ 2390 મતથી આગળ ચાલી રહ્યા છે.