કૈટરીનાએ 'ઝીરો'ના એક સીનમાં ઉડાવી એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂરની મજાક, તો સામે આવ્યો મળ્યો જવાબ....
રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'ઝીરો'ના એક સીનમાં કૈટરીના પોતાના એક્સ બૉયફ્રેન્ડ સાથે દેખાઇ રહી છે. જેના કારણે લોકોનું કહેવું છે કે ડાયરેક્ટર આનંદ રાયે આ સીનમાં કૈટરીના અને રણબીર કપૂરની રિયલ લાઇફને રજૂ કરી છે.
આના પરથી સ્પષ્ટ છે કે રણબીર કપૂરને કોઇ પરવાહ નથી કે તેની લવ-લાઇફને ફિલ્મમાં કઇ રીતે બતાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં એક્ટર રણબીર આલિયા ભટ્ટ સાથે રિલેશનમાં છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, 'ઝીરો'ના આ સીનને લઇને રણબીર કપૂરે પોતાનું રિએક્શન આપ્યુ છે, રિપોર્ટમાં સુત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે રણબીર કપૂરે આ ફિલ્મ નથી જોઇ પણ તેને ફિલ્મના આ સીન વિશે માહિતી જરૂર મળી છે. જોકે, આમ છતાં તે આ ફિલ્મને જોવા માટે નથી વિચારતો.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કૈટરીના કૈફ અને રણબીર કપૂરની લવસ્ટૉરીના ચર્ચા એકવાર ફરી ચર્ચામાં આવી ગઇ છે. ખરેખર, આનું કારણ શાહરૂખ ખાન અને કૈટરીનાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ઝીરો' છે.