બર્થડેના એક દિવસ પહેલા સલમાન ખાને ફેન્સને આપી મોટી ભેટ, જાણો શું છે ખાસ
આ બ્રેસલેટ ફ્લિપકાર્ટ પર 699 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ બ્રેસલેટ સલમાન ખાનની પર્સનાલિટીનો એક અભિન્ન ભાગ બની ગયો છે. સલમાન હંમેશા તેને પહેરતા જ જોવા મળે છે, પછી તે ફિલ્મ હોય કે જાહેર જીવનમાં અને ટીવી શોમાં હોય. તેના પિતાએ તેમને આ ભેટમાં આપ્યું હતું. સલમાન આ બ્રેસલેટને પોતાના માટે ખૂબ લકી માને છે. તેમાં ફિરોઝા પત્થર લાગેલ છે. આ વાદળી રંગનું રત્ન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વીડિયોમાં સલીમ ખાને પણ સલમાનવાળું બ્રેસલેટ પહેર્યું છે. આ વીડિયોની સાથે કેપ્શન છે, ‘મારા પિતાથી હું અને મારાથી લઈને આમ તમામ માટે. મારું ઓરિજનલ બ્રેસલેટ આપ સૌ માટે. અસલી બનો, અસલી રહો. હવે વિશેષ રૂપથી ફ્લિપકાર્ટ (flipkart) પર અને પસંદગીના બીઈંગ હ્યૂમન ક્લોથિંગ સ્ટોર્સ પર ઓનલાઈન ઉપલબ્ધ છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન 27 ડિસેમ્બરે 53 વર્ષના થઈ જશે. બર્થડેના એક દિવસ પહેલા તેણે પોતાના ફેન્સને ભેટ આપી છે. ભાઈ જાને બીઈંગ હ્યૂમન જ્વેલરી સીરઝના ભાગ રૂપે પોતાના બ્રેસલેટને વેચવાનો નિર્ણય કર્યો છે. આ મામલે બુધવારે તેણે પોતાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સલમાનની સાથે તેના પિતા સલીમ ખાન જોવા મળી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -