આલિયા ભટ્ટ સાથે લગ્નને લઇને રણવીર કપૂરે આપ્યું મોટુ સ્ટેટમેન્ટ, જાણો શું કહ્યું
રણવીરે કહ્યું કે, હજુ આ એવી કોઇ વાત નથી, મે આ વિશે હજુ કંઇજ નક્કી નથી કર્યું, લોકો ઇચ્છે કે તેને લોકો એક એક્ટરની રીતે જુએ, માત્ર પ્રેમ જ નહીં પણ એક માણસની રીતે જુએ. તેમને કહ્યું મારા લગ્નની ગોસિપને લઇને રિલેશનશિપ તો બદનામ નથી થઇ રહી, કેમકે રિલેશનશિપ એક સેન્સિટિવ ઇશ્યૂ છે તમારે તેને પ્રેમથી સંભાળીને રાખવી જોઇએ.
રણવીરે કહ્યું કે, એવું નથી કે હું 35 વર્ષનો થઇ ગયો છું તો લગ્ન કરી લેવા જોઇએ, આ ડિપેન્ડ કરે છે કે તમે તમારા પાર્ટનરને લઇને શું અભુનવી રહ્યાં છો અને કદાચ રીત યોગ્ય જ છે.
એક ઇન્ટરવ્યૂમાં જ્યારે રણવીરને આલિયા ભટ્ટની સાથે લગ્નને લઇને સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેને કહ્યું કે, લોકો વાતો ઉડાડી દે છે અને પછી એકપછી એક સ્ટૉરી બનતી જાય છે, અને આ સિલસિલો ચાલુ જ રહે છે. તેમને એ પણ કહ્યું કે લગ્ન એવી વસ્તુ છે જે સમય આવ્યે ઓટોમેટિક ખબર પડી જાય છે.
એક ઇન્ટરવ્યૂમાં રણબીરે, આલિયાની સાથે પોતાના સંબંધોની વાત કબૂલી છે, તે બાદ બન્નેના લગ્નની ગરમ ચર્ચા માર્કેટમાં વહેતી થઇ ગઇ છે.
મુંબઇઃ પ્રિયંકા ચોપડાની નિક જોનસ સાથે સગાઇ અને દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની નવેમ્બરમાં લગ્નના સમાચારો વચ્ચે હવે વધુ એક બૉલીવુડ કપલના લગ્નના રિપોર્ટ્સ વહેતા થયા છે. રિપોર્ટ્સ અનુસાર રણબીર કપૂર પોતાની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની સાથે ટુંકસમયમાં જ લગ્ન કરી શકે છે.