નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર રણદીર હુડ્ડા ટૂંકમાં જ લગ્ન કરી શકે છે. રણદીર ચાર વર્ષથી મણિપુરી એક્ટ્રેસ અને મોડલ લિન લૈશરામને ડેટ કરી રહ્યો છે અને હવે અહેવાલ છે કે તે ટૂંકમાં જ લિનને પોતાના માતા પિતાને સાથે મુલાકાત કરાવશે. રણદીપ પોતાની બહેન અંજલિની ખૂબ જ નજીક ચે અને લિનને પોતાની બહેન સાથે પહેલા જ મુલાકાત કરાવી ચૂક્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર, હવે તે લિનની પોતાના માતા પિતા સાથે મુલાકાત કરાવશે. આમ તો રણદીપ પોતાની પર્સનલ લાઈફને લઈને વધારે વાત નથી કરતા. માટે લિન અને તેની લવ સ્ટોરીની પણ ક્યારેય ચર્ચા ન થઈ. પરંતુ લિનને તે લાંબા સમયથી ડેટ કરી રહ્યો છે. તેની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. લિન લૈશરામ બોલિવૂડમાં પણ કામ કરી ચૂકી છે. વર્ષ 2014માં તે મેરીકોમમાં બેમ-બેમના રોલમાં નજરે પડી હતી. આ સિવાય લિન નસીરુદ્દીન શાહના થિયેટર ગ્રુપનો પણ ભાગ રહી ચૂકી છે.



વર્ષ 2018માં રણદીપ હુડ્ડા અને તેમની ગર્લફ્રેન્ડને નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં મેચનો આનંદ માણતા પહેલીવાર નજરે જોવામાં આવ્યા હતા.

સ્પોર્ટબોયના અહેવાલ અનુસાર રણદીપ હુડ્ડા પોતાની ગર્લફ્રે્ન્ડની મુલાકાત તેના માતા-પિતા સાથે કરાવશે. આ પહેલા લિન તેની બહેન અંજલી હુડ્ડાને મળી ચૂકી છે. અને હવે જલ્દી આ લોકો માતા-પિતા સાથે પણ મુલાકાત કરશે. જે પછી સંભાવના રહેલી છે કે રણદીપ પોતાના ફેન્સને જલ્દી જ કોઇ ખુશખબરી આપે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણદીપ હુડ્ડા છેલ્લે લવ આજ કલમાં નજરે પડ્યા હતા. જેમાં રણદીપ હુડ્ડાનો અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ પછી રણદીપ હવે સલમાન ખાન સાથે રાધેમાં દેખાશે આ ફિલ્મ 22 મે 2020નો રોજ રીલિઝ થશે.