કોરોના વાયરસ: ઈરાનમાં વધુ 49 લોકોના મોત, મૃત્યુઆંક 194 થયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Mar 2020 05:50 PM (IST)
ઈરાનમાં કોરોના વાયરસના કારણે વધુ 49 લોકોના મોત થયા છે. ઈરાનમાં આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 194 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ ખતરનાક વાયરસની ચપેટમાં આવવાથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 3500થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે એક લાખથી વધારે લોકો સંક્રમિત છે. ઈરાનમાં કોરોના વાયરસના કારણે વધુ 49 લોકોના મોત થયા છે. ઈરાનમાં આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 194 લોકોના મોત થયા છે. ઈરાન એરએ યૂરોપની ફ્લાઈટ અનિશ્ચિત કાળ સુધી બંધ કરી છે. ચીનમાં મૃત્યુઆંક 3000ને પાર પહોંચી ગયો છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસના 196 નવા કેસ નોંઘાયા છે. ત્યાં અત્યાર સુધીમાં 6200 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. કેરળમાં એક જ પરિવારના પાંચ લોકો કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, તમામ પોઝિટિવ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.