ICC Women T20 World Cup 2020: હારથી દુખી શેફાલી વર્મા લાગી રડવા, કેપ્ટને સાંત્વના આપી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Mar 2020 06:16 PM (IST)
ઓસ્ટ્રેલિયાએ બૈથ મૂની અને એલિસા હીલીની અડધી સદીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 184 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને 85 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયાએ બૈથ મૂની અને એલિસા હીલીની અડધી સદીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 184 રન બનાવ્યા હતા. 185 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ઓપનર શેફાલી વર્મા ફક્ત બે રન બનાવી આઉટ થઇ ગઇ હતી. શેફાલી આઉટ થયા બાદ ખૂબ ભાવુક થઇ ગઇ હતી અને રડવા લાગી હતી. આખા વર્લ્ડકપ દરમિયાન શેફાલી વર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેના પ્રદર્શનથી જ ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોચી હતી. ફાઇનલમાં આઉટ થયા બાદ શેફાલી ડગ આઉટમાં પહોચી તો રડવા લાગી હતી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત કૌરે શેફાલી વર્માને સાંત્વના આપી હતી. સોશિયલ મીડિયા પર આ શેફાલીનો વીડિયો વાયરસ થઇ રહ્યો છે.