મુંબઈ: બોલિવુડ એકટ્રેસ રાની મુખર્જીને હાલમાં સૌથી પ્રભાવશાળી સિનેમા પર્સનાલિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ રાની મુખર્જીએ તેની ફિલ્મ 'હિચકી'ના કારણે મળ્યો છે. સાઉથ -ઇસ્ટ એશિયામાં આયોજીત એક એવોર્ડ શોમાં રાની મુખર્જીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
રાનીને આ એવોર્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા નિર્દેશિત ફિલ્મ 'હિચકી'માં શાનદાર અભિનય માટે આપવામાં આવ્યો છે. હિચકી ફિલ્મ દેશ વિદેશમાં ખુબજ લોકપ્રિય રહી અને ફિલ્મે રાની મુખર્જીને વધારે એક સફળ ફિલ્મ આપી તેમ કહી શકાય. આ ફિલ્મે 250 કરોડની બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી.
રાની મુખર્જીએ કહ્યુ, આ પ્રકારની ફિલ્મો કરવાનું મળ્યુ તે મારૂ સૌભાગ્ય છે. રાનીએ કહ્યુ સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વથી સન્માનિત થવુ એ ખૂબ જ ગર્વની વાત છે. એક્ટર તરીકે હું ખુબજ લકી છુ. રાનીએ કહ્યુ કે હું લકી છુ કે આવી ફિલ્મો કરવા મળી. મને જેમણે પ્રેરણા આપી તે લોકોનો હું ખુબ આભાર માનું છુ.