કૃષ્ણા કપૂર અંતિમ વિદાય: શોકના પ્રસંગે બોલિવૂડના આ સ્ટાર્સ હસતાં જોવા મળ્યાં પછી શું થયું?
દેખીતી રીતેજ આ વીડિયો ક્લીપ જોઈને નારાજ થયેલા સેંકડો લોકોએ આ સેલેબ્રિટિઝની આકરી ટીકા પણ કરી હતી કે કમ સે કેમ મોતનો મલાજો જાળવતાં તો શીખો.
કોઈએ આ ક્ષણોને વીડિયોમાં કેદ કરી હતી અને તે વીડિયો ક્લીપને સોશિયલ મીડિયા પર મૂકી દીધી હતી.
શોકના આ પ્રસંગે માતબર ફિલ્મ સર્જક કરણ જોહર, બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાન અને રાની મુખર્જી ચોપરા હસતાં ઝડપાયા હતા.
વાત કપૂર પરિવારની વરિષ્ઠ સેલેબ્રિટી કૃષ્ણા કપૂરની અંતિમ વિદાયની હતી. લેજંડરી અભિનેતા ફિલ્મ સર્જક રાજ કપૂરની પત્ની કૃષ્ણા કપૂરનું ગયા સોમવારે સવારે હાર્ટ અટેકથી અવસાન થયું હતું. બોલિવૂડના તમામ મોખરાના કલાકારો ફિલ્મ સર્જકો અને ટેક્નિશિયનો કપૂર પરિવારને આશ્વાસન આપવા માટે હાજરી આપી હતી.
મુંબઈ: હસી મજાક તો રોજ ચાલતી હોય છે પરંતુ કોઈની અંતિમ યાત્રા અને અંતિમન સંસ્કાર પ્રંસગે બોલિવૂડની હસ્તીઓ હસતા ઝડપાઈ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.