બોલીવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી સ્ટારર ફિલ્મ મર્દાની 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી સ્ટારર ફિલ્મ મર્દાની 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ફરી એક વખત રાની મુખર્જી એક રફ એન્ડ ટફ કૉપની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં રાની એક્શનની સાથે સાથે પોતાના શાનદાર અભિનય દ્વારા દર્શકો પર છાપ છોડતી જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર શાનદાર છે. આજે સામે આવી ચુક્યું છે,જેમાં રાનીનો દમદાર રોલ જોવા મળી રહ્યો છે. પહેલાની જેમ જ મર્દાની 2માં રેપ અને કિડનેપિંગનો કેસ રાની મુખર્જીને હાથ લાગ્યો છે. આ ફિલ્મના ટ્રેલરમાં ધમાકેદાર એક્શન, સસ્પેન્સ અને થ્રિલર જોવા મળે છે. ટ્રેલરમાં રાની મુખર્જીની શાનદાર એક્ટિંગ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં રાની મુખર્જી એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે, એક બળાત્કારના કેસને સોલ્વ કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં ખાસ કરીને એ ક્રિમિનલ્સને લાઈમ લાઈટમાં લાવવાની કોશિશ કરવામાં આવી છે, જે નાની ઉંમરમાં ગુના કરે છે, પરંતુ ઉંમરના કારણે તેને યોગ્ય દંડ નથી કરવામાં આવતો. રાની મુખર્જીની આ ફિલ્મ આગામી મહિને 13 ડિસેમ્બરના રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન ગોપી પુથરનએ કર્યું છે. ફિલ્મનું નિર્માણ યશરાજ બેનર નીચે થયું છે.