નવી દિલ્હીઃ એક સમયે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર બેટ્સમેનો માટે કોઈ ખતરાથી કમ ન હતા. અખ્તરને સૌથી ખરતનાર બોલરમાંથી એક ગણવામાં આવે છે. જોકે મેદાનથી દૂર તેનું વ્યક્તિત્વ બિલકુલ અલગ જ છે. આ ફાસ્ટ બોલરને આ વખતે હરભજન સિંહને પોતાના ટ્વીટની ફિરકીથી બોલ્ડ કર્યા છે.

શોએબ અખ્તરે પોતાના બીજા દીકરાની સાથે એક તસવીર ટ્વિટર પર શેર કરી. અખ્તર આ વર્ષે જુલાઈમાં બીજી વખત પિતા બન્યો હતો. તેણે 2014માં લગ્ન કર્યા હતા અને 7 નવેમ્બરે 2016ના રોજ પ્રથમ વખત પિતા બન્યો હતો. તેના પ્રથમ દીકરાનું નામ મોહમ્મદ મિકાઈલ અલી છે. તેણે દીકરાની સાથે તસવીર ટ્વીટ કરતાં લોકોને તેને આશીર્વાદ આપવા માટે કહ્યું.



જોકે આ તસવીર પર હરભજન સિંહે તેને ટ્રોલ કર્યો. હરભજને દીકરાને આશીર્વાદ આપ્યા અને સાથે એક શાનદાર કમેન્ટ પણ કરી જે જોઈને લોકો હસવાનું રોકી ન શક્યા. ભજ્જીએ લખ્યું, “ભગવાન તેને આશીર્વાદ આપે....અભિનંદન, સ્પીડ ઓછી નથી થઈ ભાઈ.”

શોએબ અખ્તરે હાલમાં જ ત્રીજી ટી20માં બાંગ્લાદેશ વિરૂદ્ધ જીત બાદ ભારતની પ્રશંસા કરી હતી. અખ્તરે કહ્યું હતું કે, ભારતે ખુદને બોસ તરીકે સાબિત કર્યું છે.