મુંબઇઃ પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર સ્વર કોકિલા લત્તા મંગેશકર ગીત ગાઇને ફેમસ થયેલી રાનૂ મંડલે હવે બૉલીવુડમાં એન્ટ્રી મારી લીધી છે, પણ રેલવે સ્ટેશન પર ગીતો ગાવા અને એક પ્રૉફેશનલ ગીત ગાવુ બન્નેમાં ફરક હોય છે, આ માટે ખુબ પ્રેક્ટિસ કરવી પડે છે. તાજેતરમાંજ બૉલીવુડ સિંગર હિમેશ રેશમિયાએ પોતાના સોશ્યલ મીડિયા પેજ પર રાનૂનું નવુ સોન્ગ તેરી મેરી કહાનીનો વીડિયો મુક્યો હતો.


રાનૂએ હિમેશ માટે અપકમિંગ ફિલ્મ 'હેપ્પી હોર્ડિ એન્ડ હીર' માટે 'તેરી મેરી કહાની' ગીત ગાયુ છે. હવે આ ગીતની પ્રેક્ટિસ કરતો રાનૂનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જે ખરેખર જોવા લાયક છે.


વાયરલ થયેલા વીડિયોમાં રાનૂના દમદાર અવાજને હિમેશે કઇ રીતે બૉલીવુડમાં ફિટ કર્યો છે, તે 'તેરી મેરી કહાની' સોન્ગ પરથી જાણી શકાય છે. અહીં રાનૂનો પ્રેક્ટિસ કરતો વીડિયો બતાવવામાં આવ્યો છે.


રિપોર્ટ એવા પણ છે કે, સિંગર હિમેશ રેશમિયાએ રાનૂ મંડલે આ ગીત ગાવા માટે તેને પોતાની પહેલી સેલેરી આપી દીધી છે, જેની રકમ વધુ હોવાના કારણે રાનૂને ઇનકાર કરી દીધી છે. રાનૂની પહેલી સેલેરીનો ખુલાસો થઇ ગયો છે જેને જાણ્યા પછી તમે પણ ચોંકી જશો.



રિપોર્ટનુ માનીએ તો રાનૂ મંડલને હિમેશ રેશમિયાની અપકમિંગ ફિલ્મ 'હેપ્પી હોર્ડિ એન્ડ હીર'ના ગીત 'તેરી મેરી' ગાવા માટે મસમોટી રકમ આપવામાં આવી છે, હિમેશે રાનૂને ગીત માટે લગભગ 6-7 લાખ રૂપિયા ઓફર કર્યા છે.


રિપોર્ટ એવા છે કે હિમેશે રાનૂને જબરદસ્તીથી પૈસા આપ્યા, કેમકે રાનૂ લેવાની ના પાડતી હતી, અને કહ્યું કે, બૉલીવુડમાં તમને સુપરસ્ટાર બનતા કોઇ નહીં રોકી શકે.



ખાસ વાત છે કે તાજેતરમાં જ રાનૂ ટીવી સિંગિંગ શૉ સુપર સિંગિંગના સ્ટેજ પર જોવા મળી હતી. આ રિપોર્ટ વાયરલ છે એટલે તેની સ્પષ્ટતા હજુ બરાબર થઇ શકી નથી. રાનૂ કે હિમેશ તરફથી કોઇ વાત સામે આવી નથી. રાનૂનુ કહેવું છે કે આ તેની બીજી જિંદગી છે અને તેને બેસ્ટ બનાવવાની તમામ કોશિશ કરશે.