Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અનુષ્કા-વિરાટ પછી હવે બોલીવુડની આ જાણીતી જોડી કરશે ડેસ્ટિનેશન વેડિંગ!
સૂત્રોના અનુસાર, બંને લગ્ન પછી રિસેપ્શન આપશે. જેમાં એક મુંબઈ અને બેંગ્લોરમાં રાખવામાં આવશે. બેંગ્લોરમાં જે રિસેપ્શન રાખવામાં આવશે તેમાં દિપીકાનાં ફેમિલી સભ્યો અને સંબંધીઓ શામેલ રહેશે. જ્યારે મુંબઈમાં બંનેના બોલિવૂડ ફ્રેન્ડ માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં એક ઈન્ટરવ્યૂમાં રણવીર અને દીપિકાને તેમના સંબંધો વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમને જવાબ આપતા કહ્યું કે અત્યારે માત્ર કામ પર ફોકસ કરવા માંગે છે. સૂત્રોના અનુસાર, માલદીવમાં દિપીકાનાં જન્મ દિવસ પર બંનેએ સગાઈ કરી હતી. જો કે, અભિનેતા રણવીર સિંહનાં મેનેજરએ આ વાતને નકારી કાઢી હતી.
લગ્ન પછી એક ગ્રાન્ડ રિસેપ્શન પોતાના ફ્રેન્ડસ અને બોલિવૂડની હસ્તિઓ માટે રાખશે. દીપિકા અને રણવીર મોટેભાગે એકસાથે જોવા મળે છે. ફિલ્મોની સ્ક્રીનિંગ અથવા એવોર્ડ ફંક્શનમાં તેમનાં સંબંધો કોઈનાથી છુપા નથી, પરંતુ તે લોકોએ ક્યારે પણ જાહેરમાં પોતાનાં સંબંધો વિશે ચર્ચા નથી કરી.
જા સેલિબ્રિટીની જેમ તેમના લગ્ન પણ માત્ર પરિવારના સભ્યો અને નજીકનાં મિત્રોની હાજરીમાં થશે. આ બંને પોતાના નજીકનાં લોકોની હાજરીમાં લગ્નનાં બંધનમાં જોડાવા માંગે છે.
નવી દિલ્હીઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન બાદ હવે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની અટકળો વહેતી થઈ છે. કહેવાય છે કે, બન્ને આ વર્ષે લગ્ન કરી શકે છે. એટલે કે વર્ષ 2018ની મધ્યમાં લગ્ન થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ બન્ને ડેસ્ટિનેશન વેડિંગ કરવાની યોજના બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બન્નેને બીચ ખૂબ જ પસંદ છે, એટલે જ કદાચ તેમના બીચ વેડિંગ થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -