Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
વિરેન્દ્ર સેહવાગનો ફરી જોવા મળ્યો ધમાકેદાર અંદાજ, કહ્યું- ‘હાથોં ને હથિયાર છોડે હૈ, ચલાના નહી ભૂલે’
સેહવાગની ટીમે આપેલા ટાર્ગેટને રોયલ્સ એકાદશે 15.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવ્યો હતો. રોયલ્સ ઇલેવન તરફથી ઓવેશ શાહે 74 રનની ઇનિંગ રમી હતી. રોયલ્સ ઇલેવનની કપ્તાની શાહિદ આફ્રિદી કરી રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેહવાગના આક્રમક અંદાજથી વિરોધી ટીમના બોલર્સના છોતરાં ઉખાડી નાખ્યાં હતાં. સેહવાગે 200ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યાં હતાં. સેહવાગની ટીમ ડાયમન્ડ્સ ઈલેવને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન વિરેન્દ્ર સેહવાની ઇનિંગની મદદથી તેની ટીમે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
સેહવાગની ટીમ જીતી શકી નહોતી પરંતુ તેની ધમાકેદાર ઇનિંગથી સૌના દિલ જીત્યાં હતાં. આ ધમાકેદાર ઇનિંગ પછી વિરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શૅર કરતાં લખ્યું હતું કે,’આ હાથે હથિયાર છોડ્યાં છે પરંતુ ચલાવવાનું ભૂલ્યાં નથી.’ સ્વિત્ઝર્લેન્ડમાં રમાઈ રહેલી આઈસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ‘મુલ્તાનના સુલતાન’ સેહવાગે ફરીથી જૂનો રંગ બતાવ્યો હતો. આ ધમાકેદાર ઇનિંગથી સેહવાગના ફેન્સ પણ ખુશ થયાં હતાં.
આ મેચમાં ભારતીય ટીમનો પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ લાંબા સમય પછી પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે પોતાની ટીમ ડાયમંડ્સ્ ઈલેવન માટે 31 બોલ પર 62 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
નવી દિલ્હીઃ સ્વિટ્ઝરલેન્ડના પર્યટનસ્થલ સેન્ટ મોરિટ્ઝમાં સેન્ટ મોરિટ્ઝ આઈસ ક્રિકેટ-2018નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રીકાના ખેલાડીઓએ ભાગ લીધો. એક ટીમના કેપ્ટન વીરેન્દ્ર સેહવાગ હતા તો બીજી ટીમના કેપ્ટન શાહિદ આફ્રીદી હતા. મજબૂત પીચના બદલે 22 યાર્ડની બર્ફીલી પીચ પર મેચ રવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -