મુંબઈ:  અભિનેતા રણવીર સિંહની ફિલ્મ 'બેફિક્રે' આવી રહી છે. રણવીર સિંહના ફ્રેંસ આતુરતા પૂર્વક તેની રાહ જોઈ રહ્યા છે. રણવીર સિંહ કાલે રાત્રે એક એવોર્ડ ફંકશનમાં પહોંચ્યો હતો, જ્યા બોલીવુડની જાણીતી હસ્તીઓ હાજર હતી અભિનેતાએ એક્ટર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીતી લિધો. ત્યારબાદ તેણે એક એવી હરકત કરી જેના કારણે બધા સ્તબ્ધ થઈ ગયા હતા. રણવીર સિંહ હોટલની એક ગલીમાં ઉભો રહી જોર-જોર થી અવાજ કરવા માંડ્યો જેમ કે ત્યા સાઈંલેસ પ્લીઝનું બોર્ડ મારેલું હતું. ત્યારબાદ રણવીરે ટ્વીટર પર આ વીડિયો શેર કરતા લખ્યું સોરી નોટ સોરી અવોર્ડ નાઈટમાં રણવીરે પોતના લૈમ્બોર્ગિની અવોર્ડ આપતા કહ્યું તે માત્ર તેજ અને રંગીન નથી. પરંતું એટલો શોર કરવાનો છે કે લોકો પરેશાન થઈ જશે. રણવીર સિંહની ફિલ્મ 'બેફ્રિક્રે' નું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર સીટી ઓફ રોમાંસના નામથી મશહૂર પેરિસમાં એફિલ ટાવર પર લોંચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રણવીર સિંહની સામે વાણી કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મ 9 ડિસેંમ્બરના રિલીઝ થશે.