અર્જૂન કપૂર અને રણવીર સિંહ કેમ નથી દેખાતા કોઇ ફિલ્મમા, સામે આવ્યુ રોચક કારણ
આ સવાલના જવાબમાં રણવીર સિંહે કહ્યું કે, હું પણ તેને બહુજ યાદ કરુ છુ, બાબા બહુજ બિઝી છે. પાનીપતમાં આજકાલ ફોક્સ કરી રહ્યાં છે. સિમ્બા boiz gonna kill it
ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહના લગ્નના રિસેપ્શનમાં અર્જૂન કપૂર મલાઇકા અરોડા સાથે જોવા મળ્યો હતો, પણ ત્યારબાદ ફિલ્મના પ્રૉજેક્ટમાં વ્યસ્ત થઇ ગયો હતો.
મુંબઇઃ બૉલીવુડ એક્ટર રણવીર સિંહ અને અર્જૂન કપૂર બન્ને એકબીજાના સારા મિત્રો છે. આ મિત્રતા મોટા પડદા પર પણ દેખાઇ ચૂકી છે, પણ હવે લાંબા સમયના આ સ્ટાર્સ એકસાથે નથી દેખાઇ રહ્યાં, છેવટે આના પાછળનું કારણ શું છે? આનો ખુલાસો તાજેતરમાં જ રણવીર સિંહે સોશ્યલ મીડિયા પર ફેન્સ દ્રારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં બતાવ્યુ હતું.
રણવીર સિંહએ #AskSimmbaની સાથે ફેન્સ સાથે વાતચીત કરી, આ સેશનમાં એક ફેન્સે એક્ટરને પુછ્યુ કે, અર્જૂન કપૂર અને રણવીર સિંહ તમારા બન્નેની જોડી ક્યારે વાપસી કરી રહી છે.