ફિલ્મ '83' માટે કપિલ દેવ પાસેથી ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહ્યો છે રણવીર કપૂર, તસવીરો થઈ વાયરલ
abpasmita.in | 06 Apr 2019 11:57 AM (IST)
એક્ટર રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ '83' ની તૈયારી કરી રહ્યો છે. જેમાં તે કપિલ દેવની ભૂમિકામાં નજર આવશે. ત્યારે કપિલ દેવ પાસેથી ધર્મશાળા સ્ટેડિયમમાં ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહ્યો છે.
મુંબઈ: એક્ટર રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ '83' ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં નજર આવશે. ત્યારે ફિલ્મની સ્ટારકાસ્ટ ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી ગઈ છે. જ્યાં રણવીર કપિલ દેવ પાસેથી ટ્રેનિંગ લઈ રહ્યો છે. જેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં રણવીર ક્રિકેટ મેદાન પર પ્રેક્ટિસ કરતો નજર આવી રહ્યો હતો. ઉલ્લેનીય છે કે આ ફિલ્મ વર્ષ 1983માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલા વર્લ્ડકપ પર આધારિત છે. જેમાં રણવીર સિંહ પૂર્વ ક્રિકેટર કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. રણવીર સિવાય પંકજ ત્રિપાઠી, સાકિબ સલીમ, ચિરાગ પાટિલ, તાહિર ભસીન, આર બદ્રી, હાર્ડી સંધુ, એમી વિર્ક અને સાહિલ ખટ્ટર મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ 15 મે થી શરૂ થશે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે. આ ફિલ્મને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે. કપિલ દેવની બાયોપિકથી તેમની પુત્રી અમિયા દેવ પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જેમાં અમિયા દેવ કબીર ખાનની આસિસ્ટન્ટ રહેશે. Big B આ તમિલ સુપરસ્ટારને માને છે પોતાના ગુરુ, જુઓ Video