આ એક્ટરે પહેર્યા એવા કપડા કે લોકોએ કહ્યું, ‘બસ ભાઈ, ડિસ્કવરીવાળી લઈ જશે’
abpasmita.in | 07 May 2019 08:19 AM (IST)
હાલમાં જ રણવીર સિંહ એક મલ્ટિકલર્ડ શર્ટ અને શોર્ટ્સ પહેરેલો જોવા મળ્યો હતો. જેની પર મોટા અક્ષરમાં આલ્ફાબેટ લખ્યું હતું. કેટલાક ફેન્સને રણવીરનો આ અંદાજ ગમ્યો તો કેટલાકે રણવીરની ટીકા પણ કરી હતી.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ આજકાલ પોતાની આગામી ફિલ્મ 83ની શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં સોમવારે રોહિત શેટ્ટીએ જ્યારે પોતાની ફિલ્મ સૂર્યવંશીનું શૂટિંગ શરૂ કરવાની જાહેરાત કરી તો આ દરમિયાન રણવીર સિંહ થોડા અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. રણવીર સિંહ જેટલા પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે એટલા જ તે પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે ટ્રોલ થતા રહે છે. હાલમાં જ રણવીર સિંહ એક મલ્ટિકલર્ડ શર્ટ અને શોર્ટ્સ પહેરેલો જોવા મળ્યો હતો. જેની પર મોટા અક્ષરમાં આલ્ફાબેટ લખ્યું હતું. કેટલાક ફેન્સને રણવીરનો આ અંદાજ ગમ્યો તો કેટલાકે રણવીરની ટીકા પણ કરી હતી. એક યૂઝરે તો ત્યાં સુધી કહી દીધું કે, ‘બસ કર ભાઈ એક દિવસ ડિસ્કવરીવાળા ઉઠાવીને લઈ જશે’... વળી એક યૂઝરે રણવીરને રંગીલો છોરો કહ્યું તો કોઈએ એ પણ પૂછી લીધું કે ભાઈ તુ કયા ગ્રહ પરથી આવ્યો છે. ટ્રોલર્સ ભલે ગમે તેટલું ટ્રોલ કરી લે પરંતુ રણવીરે આ પ્રકારની ટીકાને ક્યારેય સીરિયસલી લીધી જ નથી. એટલે જ તો રણવીર સિંહ ટીકા થવા પર પણ જે મન થાય તે પહેરે છે. આ પહેલા પણ રણવીર અનેક તકે વિચિત્ર કપડા પહેરેલો જોવા મળ્યો છે.