નવી દિલ્હીઃ કેનેડાના નાગરિકતા હોવાને લઈને અક્ષય કુમાર વિતેલા ઘણાં દિવસોથી ચર્ચામાં છે. આ જ કારણ છે કે એક્ટર મુંબઈમાં થયેલ લોકસભા ચૂંટણીમાં મત આપી શક્યા ન હતા. એવામાં અક્ષય સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયો હતો. અક્ષય કુમારે જણાવ્યું હતું કે, તેને કેનેડા તરફથી આ સન્માન મળ્યું છે. કેનેડાની નાગરિકાત માત્ર અક્ષય કુમારને જ નહીં પરંતુ જાણીતા મ્યૂઝિક કમ્પોઝર અને સિંગર એ આર રહેમાનને પણ ઓફર કરવામાં આવી હતી. પરંતુ રહેમાને કેનેડાની સરકારને સ્પષ્ટ ના પાડી દીધી હતી. એ આર રહમાને એ કહીને કેનેડાની ઓફર ફગાવી દીધી હતી કે ભારત જ તેમનું ઘર છે અને તે અહીં પર પોતાના પરિવાર સાથે ખુશ છે અને અહીં જ રહેવા માગે છે.



રહેમાને કહ્યું હતું કે, મને સન્માન અને ઇન્વિટેશન માટે આભાર. હું તેનાંથી ખુબ પ્રભાવિત થયો છું. હું તમિલનાડુમાં ખુબ ખુશ છું. ભારતમાં મારો પોતાનો પરિવાર અને મિત્રો છે. હું તેમની સાથે ખુબ ખુશ છું. જ્યારે આપ ભવિષ્યમાં ભારત આવો તો અમારા સ્ટૂડિયોમાં જરૂર આવજો. હું એક ખાસ તકની શોધમાં છું જેમાં હું કેનેડાનાં લોકો સાથે મળીને કામ કરું. આ વાત કહીને એ આર રહેમાને કેનેડાની નાગરિકતા સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો.



વર્ષ 2017માં અક્ષય કુમારે કહ્યું હતું કે, મને કેનેડાની નાગરિકતા સન્માન રૂપે મળી હતી અને મને ડોક્ટ્રેટની ઉપાધિ પણ મળી હતી. તો શું હું ડોક્ટર થઇ ગયો. મને કેનેડા તરફથી સન્માન તરીકે નાગરિકતા આપવામાં આવી છે.