આ વર્ષે લગ્ન નહીં કરે દીપિકા-રણવીર, રણવિર સિંહે જણાવ્યું આ કારણ
રણવીરે પોતાના નિવેદનથી એ તો સ્પષ્ટ કરી દીધું કે હાલ તો તે દીપિકા સાથે લગ્ન નથી કરી રહ્યા. જો કે રણવીરે દીપિકા સાથે લગ્ન માટે ઈનકાર પણ નથી કર્યો. એવામાં ફેન્સે બોલિવુડના પાવર કપલના લગ્ન માટે થોડી વધુ રાહ જોવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરણવીરે આગળ કહ્યું કે, અત્યારે અમે બંને અમારા કામમાં ખૂબ વ્યસ્ત છીએ. ઉપરાંત દીપિકા બેક પેનની તકલીફમાંથી ધીમે ધીમે બહાર આવી રહી છે. જો ભવિષ્યમાં મારા લગ્નની કંઈ પણ વાત હશે તો તમે મને ધાબા પરથી બૂમો પાડતો જોઈ શકશો.
એક મેગેઝીનને આપેલ ઇન્ટરવ્યૂમાં રણવીરે ખુલાસો કર્યો કે તે દીપિકા સાથે આ વર્ષે લગ્ન નહીં કરે. તેનું કારણ આપતા તેણે કહ્યું કે, આ બધી અફવાઓ છે. જ્યાં સુધી હું સત્તાવાર રીતે જાહેરાત ન કરું ત્યાં સુધી આ બધા અહેવાલ અફવા જ છે. હું ભવિષ્ય જણાવનાર નથી. એ ન જણાવી શકું કે ભવિષ્યમાં આ ક્યારે થશે.
નવી દિલ્હીઃ થોડા સમય પહેલા જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના સમાચાર ચર્ચામાં હતા. હવે રણવીરે પોતાના લગ્નની વાતને અફવા ગણાવતા તેના પર નિવેદન આપ્યું છે. સાથે જ કહ્યું કે, તે આ વર્ષે દીપિકા સાથે લગ્ન નહીં કરી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -