એક રિપોર્ટ પ્રમાણે કહેવાઇ રહ્યું છે કે દિશા વાકાણી એક શૉ માટે અધધધ ફીની ડિમાન્ડ કરી રહી છે. જો આ પુરી થશે તો દયાભાભી તારક મહેતા શૉમાં વાપસી કરી શકે છે. રિપોર્ટનું માનીએ તો એક્ટ્રેસ દિશા વાકાણી એક શૉ માટે 1.50 લાખ રૂપિયાનો ચાર્જ વસૂલ કરવાની ડિમાન્ડ કરી રહી છે. જોકે, સીરિયલ મેકર અસિત મોદી દિશાની આ અધધધ ફીની માંગણી પુરી કરવાના મૂડમાં નથી.
ફાઇલ તસવીર
ઉલ્લેખનીય છે કે દયા ભાભીનુ પાત્ર ભજવનાર એક્ટ્રેસ દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શૉમાં દેખાઇ નથી. દિશા વાકાણી તે સમયે મેટરનિટી લીવ પર ગઇ હતી, અને બાદમાં તેની શૉમાં વાપસી થઇ નથી. જોકે દિશાએ શૉ પણ છોડ્યો નથી.
બીજા એક રિપોર્ટ પ્રમાણે, તારક મહેતા શૉમાં દયા ભાભીની જગ્યા માટે બીજી એક્ટ્રેસની શોધખોળ ચાલી રહી છે.