રેખાએ એશ્વર્યા રાયને લખ્યો ભાવુક પત્ર, જાણો શું લખ્યું
મુંબઈઃ હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રી રેખાએ અમિતાભ બચ્ચનની પુત્રવધુ અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનને ઓપન લેટર લખ્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, માય એશ, તારા જેવી મહિલા ક્યારેય અટકી શકે નહીં.
રેખા અને એશ્વર્યા વચ્ચે મજબૂત સંબંધ છે. બંને એક્ટ્રેસમાં ઘણી સારી અંડર સ્ટેન્ડિંગ અને ફ્રેન્ડશિપ છે. વારંવાર બંને એક્ટ્રેસ જાહેર કાર્યક્રમોમાં એકબીજાની પ્રશંસા કરતી નજરે પડે છે.
રેખા માને છે કે એશે કંઈ સાબિત કરવાની જરૂર નથી. રેખા એશને બેબી કહે છે. એશ ઘણો લાંબો રસ્તા કાપીને અહીં પહોંચી છે.
રેખા આગળ લખે છે કે એશની પ્રશંસા કરતી વખતે પેન અટકવાનું નામ લેતી નથી. એશની દીકરીનો ચહેરો ચંદ્ર જેવો છે, તેના પર ગર્વ છે. એશ તેની દીકરી આરાધ્યા માટે શ્રેષ્ઠ મોમ છે.
રેખાએ લેટરમાં આગળ લખ્યું છે, તું એક વહેતી નદી છે, જે ક્યારેય અટકી ન શકે. તેને જ્યાં જવું હોય ત્યાં જ જાય છે. તું એક એનર્જી છે. ડીપ સ્ટ્રેન્થ છે. તેને કંઈ કહેતા પહેલા જ ખબર પડી જાય છે કે તેમાં શું ખૂબી છે.