મુંબઇઃ 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં જે ખેલાડી પત્ની અને ગર્લફ્રેન્ડને લઇ જવા ઇચ્છે છે, તેના માટે બીસીસીઆઇએ ખાસ શરતો મુકી છે. બીસીસીઆઇએ એ શરત મુકી છે કે, ટીમ ઇન્ડિયાના ક્રિકેટર માત્ર 15 દિવસ સુધી જ પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે રાખી શકશે, તે પણ વર્લ્ડકપ શરૂ થયાના 21 દિવસ બાદ. વર્લ્ડકપ 30થી શરૂ થઇને 15 જુલાઇ સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ બીસીસીઆઇને અનુરોધ કર્યો હતો કે વર્લ્ડકપ દરમિયાન પોતાની પત્ની અનુષ્કા શર્માને સાથે રાખવા માગે છે. જેને લઇને હવે બીસીસીઆઇ પોતાની ગાઇડ લાઇન સ્પષ્ટ કરતાં માત્ર 15 દિવસની જ અનુમતી આપી છે.
હવે આ શરત પ્રમાણે વિરાટ કોહલીને અનુષ્કા શર્માને સાથે રાખવાની પરવાનગી 21 દિવસ બાદ મળશે. ટીમના ઉપકેપ્ટન રોહિત શર્મા પણ પત્ની અને બાળકને 21 દિવસ બાદ સાથે રાખી શકશે.
ભારતીય ક્રિકેટરોને ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપ વખતે ગર્લફ્રેન્ડ્સ-પત્નિઓને સાથે રાખવા માટે બોર્ડે શું મૂકી શરત?
abpasmita.in
Updated at:
10 May 2019 10:12 AM (IST)
વિરાટ કોહલીએ બીસીસીઆઇને અનુરોધ કર્યો હતો કે વર્લ્ડકપ દરમિયાન પોતાની પત્ની અનુષ્કા શર્માને સાથે રાખવા માગે છે. જેને લઇને હવે બીસીસીઆઇ પોતાની ગાઇડ લાઇન સ્પષ્ટ કરતાં માત્ર 15 દિવસની જ અનુમતી આપી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -