સુરજ પંચોલી સાથે સ્ક્રીન શેર કરશે આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Aug 2018 01:12 PM (IST)
1
અભિનેત્રી રિહા ડિઝાઈનર ઉવર્શી જોનેજા માટે આગામી લેકમે ફેશન વીક ફેસ્ટિવ 2018માં શો સ્ટોપર તરીકે રેમ્પ વોક કરતી જોવા મળશે.
2
3
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રિહા ચક્રવર્તી તેની આગામી ફિલ્મમાં અભિનેતા સુરજ પંચોલી સાથે જોવા મળશે. ફિલ્મ બેન્ક ચોરમાં જોવા મળેલી અભિનેત્રી રિહા ચક્રવર્તી હવે મુબારકાના નિર્માતા મુરાદ ખેતાનીની આગામી ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું નામ હાલ વિચારાધીન છે. સૂરજ પાંચોલી ફિલ્મ હીરો બાદ લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રીન પર જોવા મળવાનો છે.
4
ફિલ્મની સ્ટોરી કાશ્મીરથી કન્યાકુમારી પ્રવાસ કરતા લશ્કરી જવાન પર બની રહી છે. ફિલ્મમાં લશ્કરી જવાન બનવા માટે સૂરજ હાલ તાલીમ લઈ રહ્યો છે અને પોતાના લુકમાં પણ ફેરફાર કર્યો છે.
5
આ ફિલ્મ ઉપરાંત રિહા મુકેશ ભટ્ટની આગામી ફિલ્મ જલેબીમાં પણ જોવા મળવાની છે. ફિલ્મ જલેબીનું દિગ્દર્શન પુષ્પદીપ ભારદ્વાજે કર્યું છે.