વીડિયોમાં રિયા કહી રહી છે કે, 'મને ભગવાન અને ન્યાયાલય પર ભરોસો છે. હુ માનું છુ કે મારૂ સાથે ન્યાય થશે. મીડિયામાં મારૂ વિરુદ્ધ ખૂબ જ ભયંકર વાતો થઈ રહી છે પરંતુ વકીલની સલાહના કારણે આ મુદ્દા પર કોઈ કોમેન્ટ નથી કરી રહી. સત્યમેવ જયતે! સત્ય સામે આવશે.'
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાવતા ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તેની વચ્ચે રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની અરજીમાં રિયાએ કહ્યું કે તે એક વર્ષથી સંબંધોમાં હતા અને સાથે રહેતા હતા.
રિયાએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે 14 જૂને આત્મહત્યા કરતા પહેલા તે 8 જૂન સુધી સુશાંત સાથે રહેતી હતી અને બાદમાં અસ્થાયી રૂપથી પોતાના શાંતાક્રૂઝ વાળા ઘરે જતી રહી હતી. તેણે એમ પણ કહ્યું કે સુશાંતના પિતા કે.કે. સિંહ દ્વારા તેમની ફરિયાદમાં લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે.