મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મોત મામલાની તપાસ દરમિયાન ડ્રગ એંગલના ખુલાસા બાદ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પૂછપરછ દરમિયાન રિયાએ કેટલાક બોલિવૂડ સ્ટાર્સના નામ પણ આપ્યા છે. જેમાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનું નામ પણ છે.

બોલિવૂડ એંગલથી ડ્રગ્સ મામલાની તપાસ કરી રહેલી એનસીબીની ટીમ ટૂંક સમયમાં જ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને સમન આપીને બોલાવશે. આ ઉપરાંત ફેશન ડિઝાઇનર સિમોનને પણ બોલાવાશે.

રકુલ પ્રીત સિંહ અને સિમોને બે વર્ષની રિયાના મિત્રો છે. આ બંને રિયા સાથે ડ્રગ્સ લેતા હતા. આ ઉપરાંત સારા અલી ખાન રિયા અને સુશાંત બંને સાથે ડ્રગ્સ લેતી હતી. આ ખુલાસો રિયાએ તેના નિવેદનમાં કર્યો છે.