સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાને કહેર યથાવત છે ત્યારે કોરોનાને રોકવા સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે સુરતમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા હાઈ રિસ્ક ઝોનવાળા વિસ્તારોમાં હવેથી શનિવાર અને રવિવાર સ્ટ્રીટ ફૂટ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં સ્ટ્રીટ ફૂટ બંધ કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં હાઈ રિસ્કવાળા વિસ્તારોમાં ફૂટ સ્ટ્રીટ બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં દિવસે ને દિવસે પોઝિટિસ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને રાંદેર અને અઠવા ઝોનમાં સ્ટ્રીટ ફૂડ બંધ કરવામાં આવશે.
ખાણીપીણીની લારીઓ પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનાં કારણે કોરોના સંક્રમણ વધવાની વકીનાં પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત સુધી લારી ચાલુ રહેતા અને કોરના ગાઈડ લાઈનનાં ધજાગરા ઉડતાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ મામલે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને શનિ-રવિ મનપા દ્વારા સ્ટ્રીટ ફૂડ વેચાણ બંધની કડક અમલવારી કરાવાશે.
દક્ષિણ ગુજરાતના કયા શહેરમાં શનિ અને રવિવારે સ્ટ્રીટ ફૂટ બંધ રહેશે? જાણો કેમ લીધો આ મોટો નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Sep 2020 01:23 PM (IST)
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાને કહેર યથાવત છે ત્યારે કોરોનાને રોકવા સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે સુરતમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -