નવી દિલ્હીઃ કોરોના કાળમાં કાર કંપનીઓ સતત ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ દરમિયાન હ્યુન્ડાઈ પણ કાર પર 50 હજારથી વધુની છૂટ આપી રહી છે. જો તમે જૂની ગાડી ચલાવીને કંટાળી ગયા હો અને નવી કાર લેવાનું વિચાર કરી રહ્યા હોવ તો હ્યુન્ડાઈની કાર ખરીદવાનો આ યોગ્ય સમય છે. હ્યુન્ડાઈની આ ઓફરમાં તમે કાર એક્સચેન્જ પણ કરાવી શકો છો.

Hyundai Aura: હ્યુન્ડાઈનની આ કોમ્પેક્ટ સેડાન કાર ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે. જો ચાલુ મહિને તમે કારને ખરીદશો તો આશરે 25 હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે છે.

Hyundai Grand i10 Nios: જો તમે હ્યુન્ડાઈની કાર ખરીદવા માંગો છો તો ચાલુ મહિને ખરીદવી શ્રેષ્ઠ રહેશે. આ કાર ખરીદવા પર પણ 25 હજાર રૂપિયાનો લાભ થઈ શકે છે. આ કાર હ્યુન્ડાઈની લોકપ્રિય કાર ગ્રાંડ આઈ10નું સક્સેસર મોડલ છે.

Hyundai Santro: હ્યુન્ડાઈની આ હેચબેક કાર પર આશરે 45 હજાર રૂપિયાની છૂટ મળી રહી છે. સેન્ટ્રો હ્યુન્ડાઈની સૌથી વધારે વેચાતી કાર પૈકીની એક છે. તમારી પાસે કારને સસ્તા ભાવે ખરીદવાનો મોકો છે.

Hyundai i20: હ્યુન્ડાઈ આઈ20ને કંપનીએ તાજેતરમાં જ બીએસ6 એન્જિન સાથે અપગ્રેડ કરી હતી. આ અપગ્રેડેડ મોડલને તમે ખરીદવા ઈચ્છતા હો તો 60 હજાર રૂપિયા સુધી સસ્તી મળી શકે છે.

Hyundai Gran i10: કંપની આ મોડલ પર પણ 60 હજારનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સસ્તા ભાવમાં હ્યુન્ડાઈ ગ્રેંડ આઈ10 ખરીદવાનો શાનદાર મોકો છે.

Mahindra પણ આપી રહી છે છૂટઃ મહિન્દ્રા પણ પસંદગીના મોડલ પર લાખો રૂપિયાનો ફાયદો આપી રહી છે. કંપની Mahindra Alturas, Mahindra Scorpio, Mahindra XUV500, Mahindra Marazzo MPV, Mahindra XUV300, Mahindra KUV100 NXT અને Mahindra Bolero પર છૂટ આપી રહી છે.

Car loan Information:

Calculate Car Loan EMI