હમણાંથી સોશિયલ મીડિયા પર લોકો જંગલી પ્રાણીઓના ફની વીડિયોમાં રસ દાખવી રહ્યા છે. આ જ કારણથી જ અવાર-નવાર સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓના મસ્તીભર્યા અને મનોરંજક વીડિયો વાયરલ થતા રહે છે. મોટાભાગના લોકોને વાઈલ્ડલાઈફનો વિષય આકર્ષિત કરે છે. જેનું પરિણામ એ હોય છે કે, લોકો પોતાના શહેરમાં પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે. 


હાલમાં જ એક પ્રાણી સંગ્રહાલયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે ગેંડા પ્રાણી સંગ્રહાલયમાં તેમના પાંજરામાં એકબીજા સાથે રમતા અને તોફાન કરતા જોવા મળે છે. સામાન્ય રીતે તેમના એરિયા માટે આક્રમક રહેતા ગેંડા ઘણીવાર રમતા જોવા મળે છે અને તેમના સાથી મિત્રો સાથે મસ્તી પણ કરે છે. તેમના વિશાળ દેહને કારણે, અન્ય કોઈ પ્રાણી તેમના ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કરતું નથી.


હાલમાં વાયરલ થઈ રહેલી ક્લિપમાં, એક ગેંડો પ્રાણી સંગ્રહાલયમાં તેના પાંજરાની અંદર તેના સાથી તરફ ઝડપથી આવતો  જોઈ શકાય છે. જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે તેને ડરાવવા માટે આવું કરી રહ્યો છે, ત્યારે જ સામેનો ગેંડો આક્રમક થઈ જાય છે અને પહેલાના ગેંડાને ડરાવે છે. જેના કારણે પ્રથમ ગેંડો ઝડપથી દોડવા લાગે છે અને પોતાનું સંતુલન ગુમાવી બેસે છે.






આ પછી, દોડતો ગેંડો લપસી પડે છે અને પછી પાછળની તરફ લપસીને ઢોળાવ પર જતો જોઈ શકાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને યૂઝર્સની હસવાનું રોકી નથી શકતા. મોટાભાગના સોશિયલ મીડિયા યૂઝર્સ આ વીડિયો પર તેમના ફની રિએક્શન આપી રહ્યા છે.