બોલીવુડમાં જાતીય શોષણ મુદ્દે આ બોલ્ડ અભિનેત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન
‘ફુકરે’ની એક્ટ્રેસનું માનવું છે કે, ‘આગામી 4-5 વર્ષમાં અહીંની મહિલાઓ પોતાની સાથે થયેલા યૌન શોષણ અંગે ખુલીને વાત કરશે. હોલિવૂડ એક્ટર્સને રોયલ્ટી મળે છે, એટલે ત્યાં કામ ગુમાવવાનો ડર હોતો નથી.’ ઉલ્લેખનીય છે કે, આ શુક્રવારે જ ઋચાની ફિલ્મ ‘ફુકરે રિટર્ન્સ’ રિલીઝ થઈ છે અને તે અત્યાર સુધી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઋચાનું કહેવું છે કે, ‘આપણા દેશમાં પીડિતનું નામ ઉજાગર કરીને તેને શરમજનક સ્થિતિમાં મુકવાની સંસ્કૃતિ નથી અને એટલે જ મને લાગે છે કે, આવું નજીકના સમયમાં નહીં બને, પણ જ્યારે આવું થશે ત્યારે આખું સ્ટ્રક્ચર બદલાઈ જશે. જે લોકો તમારી સામે ફેમિનિસ્ટ અને પ્રગતિશીલ હોવાના દાવા કરે છે તેઓ ત્યારે સૌથી નીચે પડવા લાગશે.’
નવી દિલ્હીઃ બોલીવુડની બોલ્ડ હિરોઈન ગણાતી ઋચા ચઢ્ઢાની આ વીકએન્ડ પર ફુકરેની સીક્વલ ફુકરે રિટર્ન્સ આવી રહી છે. આ ફિલ્મમાં ભલે તે ખૂબ અલગ અંદાજમાં જોવા મળતી હોય પરંતુ રિયલ જીવનમાં તે જાતીય શોષણનો ભોગ બની ચૂકી છે. ફુકરે 2માં બિન્દાસ ભોળી પંજાબણની ભૂમિકા ભજવનાર ઋચાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જો બોલીવુડમાં જાતીય શોષણની વાત કરશો તો આપણે ઘણાંબધા હીરો ગુમાવવા પડશે. ઋચા સામાજિક મુદ્દો પર પોતાના બિન્દાસ નિવેદન આપવા માટે જાણીતી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -