68 વર્ષે બાપ બનશે આ એક્ટર, શિલ્પા શેટ્ટીને કિસ કરીને ફસાયો હતો વિવાદમાં
રિચર્ડ 40 કરતાં વધુ વર્ષોથી સિનેમા જગતમાં સક્રિય છે. તેઓ અમેરિકન સિનેમા અને ટીવીના જાણીતા અભિનેતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ હોલિવૂડ અભિનેચા રિચર્ડ ગેરે ફરી એક વખત લાઇમલાઇટમાં છે. તેઓ બીજી વખત પિતા બનવાના છે. રિચર્ડ ગેરેની બીજી પત્ની એલેજેન્ડ્રા સિલ્વા પ્રેગન્નટ છે. પ્રીટી વૂમનના અભિનેતાએ સિલ્વા સાથે ચાર વર્ષના સંબંધ બાદ ચાલુ વર્ષે એપ્રિલમાં સ્પેનમાં એક સાદા સમારંભમાં લગ્ન કર્યા હતા.
ચાલુ મહિનાના અંતમાં પોતાનો 69મો બર્થડે ઉજવવા જઈ રહેલા ગેરેને તેની પૂર્વ પત્ની કૈરે લોવેલથી 18 વર્ષનો દીકરો છે. સિલ્વાને તેના પૂર્વ પતિ ગોવિંદ ફ્રીડલેન્ડથી પાંચ વર્ષનો દીકરો અલબટરે છે. પૂર્વ પતિને છૂટાછેડા આપવાની પ્રક્રિયા દરમિયાન સિલ્વાની મુલાકાત ગેરે સાથે થઈ હતી.
લગ્ન બાદ ગેરે ન્યૂયોર્ક સ્થિત તેના ઘરમાં પરિવારજનો અને મિત્રોને પાર્ટી આપી હતી. રિપોર્ટ મુજબ સિલ્વા બાળકને અમેરિકામાં જન્મ આપશે કે સ્પેનમાં તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
રિચર્ડે ભારત મુલાકાત દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને મંચ પર કિસ કરી હતી. જે બાદ આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -