મુંબઈ: બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે આજે (30 એપ્રિલ) રોજ સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. ઋષિ કપૂરની દિકરી રિદ્ધિમાને દિલ્હીથી મુંબઈ જવાની મંજૂરી મળી ગઈ છે.

દીકરી રિદ્ધિમાએ પિતાના નિધન પર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું, પપ્પા, ખૂબ જ બધો પ્રેમ. તમને હંમેશાં પ્રેમ કરતી રહીશ. તમારી આત્માને શાંતિ મળે. મારા મજબૂત યૌદ્ધા. તમે રોજ મને યાદ આવશો. હું રોજ ફેસટાઈમ કોલને મિસ કરીશં. આપણે ફરીવાર મળીશું.



ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર આજે જ કરવામાં આવશે. મુંબઈના મરીન લાઈન્સના ચંદનવાડી વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહમાં તેઓ પંચતત્વમાં વિલીન થશે. દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે તંત્ર દ્વારા અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે એકદમ નજીકના 15 લોકોને મંજૂરી આપી છે.