દીપક અગ્રવાલ ટી10 લીગની ફ્રેન્ચાઈઝી સિંધીના માલિક છે. દીપક પર આઈસીસીની આચાર સંહિતાની કલમ 2.4.7ના ઉલ્લંઘનનો આરોપ છે જેમાં તપાસમાં વિલંબ કરવાસ, પૂરાવા સાથે છેડછાડ કરવાની વાત સામેલ છે. દીપક પર 27 એપ્રિલ, 2022 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આઈસીસીએ આ નિર્ણય દીપક દ્વારા આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી કોડના ઉલ્લંઘનની વાત માન્યા બાદ લીધો છે. તેની સજામાં છ મહિનાનો ઘટાડો કરવામાં આવ્યો છે કારણ તે દીપકે પોતાના પર લાગેલ આરોપો સ્વીકારી લીધા છે. એવામાં જો તે શર્તોનું યોગ્ય રીતે પાલન કરે તો તેના પરનો પ્રતિબંધ ઓક્ટોબર 2021માં ખત્મ થઈ જશે.
આઈસીસીના ડીજી એલેક્સ માર્શલે કહ્યું કે, “માત્ર એક નહીં આવા અનેક ઉદાહરણ છે જ્યાં દીપક દ્વારા તપાસમાં વિલંબ કરવા અને તપાસને રોકવાના પૂરાવા મળ્યા છે. તેણે જોકે આઈસીસીની ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘનની વાત સ્વીકારી છે અને એસીયૂને અન્ય ભાગીદારોના મામલે ચાલી રહેલ તપાસમાં જરૂર મદદ કરી રહ્યા છે. આ મદદની અસર તેમની સજામાં જોવા મળશે.”