અહેવાલ અનુસાર 54 વર્ષીય રોબર્ટ ડાઉની જૂનિયરે થોડા વર્ષ પહેલા માર્વલ સ્ટૂડિયોઝની સાથે એક ખાસ નાણાંકીય વ્યવસ્થા અંતર્ગત કરાર કર્યો હતો, જેનાથી 2008માં આયરન મેનના રૂપમાં પડદા જોવા મળતા રોબર્ટને વિતેલા વર્ષોમાં આવેલ એવેન્જર્સ સિરીઝની ફિલ્મ માટે તગડી ફી મળી છે.
સૂત્રો અનુસાર વિતેલા વર્ષે આવેલ ફઇલ્મ એવેન્જર્સ ઇન્ફિનિટી વોર માટે રોબર્ટ ડાઉનીને અંદાજે 75 મિલિયન ડોલર્સ એટલે કે 522 કરોડ રૂપિયાથી વધારે ફી મળી હતી. એટલું જ નહીં વર્ષ 2017માં આવેલ ફિલ્મ સ્પાઈડર મેન હોમકમિંગમાં નાની ભૂમિકા માટે આ એક્ટરે માત્ર ત્રણ દિવસ શૂટિંગ કર્યું હતું, જેના માટે તેને અંદાજે 34 કરોડની ફી આપવામાં આવી હતી.
કહેવાય છે કે, રોબર્ટને સૌથી વધારે કમાણી હાલમાં જ રિલીઝ થયેલી એવેન્જર્સ એંડગેમથી થઈ છે. જોકે તેના માટે તેને કેટલી ફી આપવામાં આવી છે તેની કોઈ જાણકારી મળી નથી.