અમદાવાદની હોટલમાં મ્યૂઝિક ડાયરેક્ટર શેખરે માત્ર 3 ઈંડાના ચૂકવ્યા 1672 રૂપિયા, જાણો
abpasmita.in | 15 Nov 2019 04:43 PM (IST)
શેખરે ટ્વિટર પર અમદાવાદની હયાત રિજન્સીનુ એક બિલ શેર કર્યુ છે. જેમાં ત્રણ ઈંડા માટે 1672 રૂપિયા ચાર્જ કરાયો છે.
અમદાવાદ: બોલીવૂડના મ્યૂઝિક ડાયરેક્ટર શેખરને અમદાવાદમાં કડવો અનુભવ થયો છે. શેખરને માત્ર 3 ઈંડા માટે 1672 રૂપિયા ચૂકવવા પડ્યા છે. બોલીવૂડની મ્યુઝિક ડાયરેક્ટર જોડી વિશાલ શેખર પૈકી શેખરે ટ્વિટર પર અમદાવાદની હયાત રિજન્સીનુ એક બિલ શેર કર્યુ છે. જેમાં ત્રણ ઈંડા માટે 1672 રૂપિયા ચાર્જ કરાયો છે. શેખરે ટ્વિટર પર લખ્યુ છે કે, આ કદાચ હદથી વધારે કિંમતનુ ભોજન હતુ. ફિલ્મ અભિનેતા રાહુલ બોઝે તાજેતરમાં ચંદીગઢની ફાઈવ સ્ટાર હોટલ જે ડબલ્યુ મેરિયટમાં બે કેળા ખાવા માટે 442 રૂપિયાનું બિલ ચુકવવુ પડ્યુ હતુ. આ કિસ્સો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. બીજી તરફ ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે શેખરની મજા લેવાની શરૂ કરી છે. એક યુઝર્સે કહ્યુ ભાઈ બોઈલ ખાવા લારી પર જાવ તો 10 રૂપિયામાં મળે. અન્ય એક યૂઝર્સે કહ્યું ઓર્ડર આપતા પહેલા મેન્યૂ કાર્ડ જોયુ નહોતુ ?