આ અંદાજમાં પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે ટીવી એક્ટ્રેસ રૂબીના, જુઓ તસવીરો
abpasmita.in | 14 Dec 2019 10:33 AM (IST)
રૂબીના પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં રૂબીના પતિ અનુભવ શુક્લા સાથે વેકેશને એન્જોય કરી રહી છે.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક કર્લસ ટીવીની સીરિયલ 'શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી'ની સફળતાના કારણે ટોપ પર છે. ખૂબસુરત એક્ટ્રેસે કિન્નર વહુની ભૂમિકાથી દર્શકોના દિલ જીતી લીધા છે. રૂબીનાની સીરિયલ ટીઆરપી લિસ્ટમાં પણ સારૂ પ્રદર્શન કરી રહી છે. સ્ક્રીનની સાથે રૂબીના સોશિયલ મીડિયમાં પણ ખૂબ જ ફેમસ છે. રૂબીના પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં રૂબીના પતિ અનુભવ શુક્લા સાથે વેકેશને એન્જોય કરી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વેકેશની તસવીરો શેર કરી છે. અભિનવ શુક્લા સાથે વેકેશન એન્જોય કરી રહેલી રૂબીના દિલકશ અંદાજમાં જોવા મળી રહી છે. થોડા સમય પહેલા રૂબીનાને બિકિની અવતાર વિશે પુછવામાં આવતા તેણે કહ્યું તેને બિકિની પહેરી ગમે છે કારણ કે તેના પતિ અભિનવ તેને બિકિનીમાં જોવું પસંદ કરે છે. રૂબીના હાલના દિવસોમાં કલર્સ સીરિયલ શક્તિ-અસ્તિત્વ એક અહસાસ કીમાં સૌમ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે. રૂબીનાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ છોટી બહુથી કરી હતી.