મુંબઈઃ એક્ટ્રેસ મલાઇકા અરોરા આમ તો બે વર્ષ પહેલા જ પતિ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઈ ચૂકી છે. પરંતુ તેમ છતાં તે પોતાના પૂર્વ પતિને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. જોકે છૂટાછેડા બાદ બન્ને પોત પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. તેમ છતાં બન્ને એક બીજાને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ફરી એક વખત મલાઇકા અરબાઝ ખાનને કારણે ચર્ચામાં બની છે.


મલાઈકા અરોરા ફરી એકવાર પોતાના શો એમટીવી સુપરમોડલ ઓફ ધ યરની આગળની સિઝન લઈને આવી રહી છે. આ શોમાં મલાઈકા, મિલિંદ સોમન અને ડિઝાઈનર મબાસા ગુપ્તા જજ તરીકે જોવા મળશે. આ શોમાં સુપર મોડેલ ઉજ્જવલા પણ સ્પર્ધકની મેન્ટર તરીકે જોવા મળશે. અહેવાલ અનુસાર, મેકર્સને મલાઈકા અને ઉજ્જવલા વચ્ચેના ઝઘડાથી ખુબ પરેશાની થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બન્ને શોના સેટ પર જોરદાર લડાઈ કરી રહી છે.

કહેવાય છે કે, શોના મેકર્સ બન્નેને અલગ અલગ રાખીને શૂટિંગ કરી રહ્યા છે. શોમાં ઉજ્જવલા અરબાઝ અને એના વચ્ચેના સંબંધોનો દેખાડો કરી રહી છે. સાથે જ તે ક્રુને અરબાઝે મોકલેલા ઈન્સ્ટાગ્રામ મેસેજ પણ બતાવી રહી છે. આ સિવાય ઉજ્જવલા શૂટિંગ દરમિયાન અરબાઝને કેટલીક તસવીરો પણ મોકલતી રહે છે. અને આ બધી આ વાતોથી મલાઈકા ખૂબ પહેશાન છે. પરંતુ ધીરજ રાખીને આ બધો મામલો શાંતિથી હેન્ડલ કરી રહી છે.