‘સાહો’ હિન્દી વર્ઝને પ્રથમ દિવસે બોક્સ ઓફિસ 24.40 કરોડની શાનદાર કમાણી કરી લીધી છે. આ કમાણી સાથે સાહો આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ત્રીજી ફિલ્મ બની ગઈ છે. આ વર્ષની ટોપ ઓપનિંગ કરનારી ફિલ્મોમાં સલમાન ખાનની ‘ભારત’ (42.30 કરોડ) છે અને બીજી અક્ષય કુમારની ‘મિશન મંગલ’(29.16 કરોડ) છે.
સાહોએ આલિયા ભટ્ટની ‘કલંક’ અને અક્ષય કુમારની ‘કેસરી’નો રેકોર્ડ તોડી દીધો છે. કલંકે પ્રથમ દિવસે 21.60 કરોડની કમાણી કરી હતી જ્યારે કેસરી ફિલ્મે 21.06 કરોડની કમાણી કરી હતી.
350 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ શુક્રવારે ભારતમાં રિલીઝ થઈ ગઈ છે. એક્શની ભરપૂર આ ફિલ્મને ક્રિટિક્સ નેગેટિવ પ્રતિક્રિયા મળી રહી છે. આ ફિલ્મ દેશભરમાં 10 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. નોર્થ ઈંડિયામાં લગભગ 4500 અને તેલંગણા-આંધપ્રદેશમાં 2000થી પણ વધુ સ્ક્રીન્સ મળી છે. આ ફિલ્મમાં પ્રભાસ, શ્રદ્ધા, જેકી શ્રોફ, મહેશ માંજરેકર ઉપરાંત ઘણા દિગ્ગજ સ્ટાર્સ છે.