નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા વેબસાઈટ Facebookએ હોમ પેજ પર એક મોટો ફેરફાર કર્યો છે. શરૂઆતથી ફેસબુકના હોમ પર Create Accountની નીચે એક ટેગલાઈન લખેલ હોય છે. અત્યાર સુધી આ ટેગલાઈન – It’s free and always will be. એટલે કે ફેસબુક ફ્રી છે અને હંમેશા રહેશે, પરંતુ હવે આ ટેગલાઈન હટાવી લેવામાં આવી છે. તો શું હવે ફેસબુક ફ્રી નહીં રહે?

ફેસબુકમાં હવે જૂની ટેગલાઇન ‘it’s quick and easy’ કરી દેવામાં આવી છે. એક અહેવાલ અનુસાર ફેસબુકે આ બદલાવ 7 ઓગસ્ટની આસપાસ કર્યો છે અને ભારતમાં પણ ફેસબુકના મેઇન પેજ પર આ ફેરફાર જોઇ શકાય છે.

યુઝર્સ માટે ફ્રી હોવા છતાં ફેસબુક સારી કમાણી કરી લે છે. કંપનીની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે એડવર્ટાઇઝમેન્ટ. ફેસબુક લોકોનો પર્સનલ ડેટા કલેક્ટર કરીને તે અન્ય કંપનીઓ સાથે શેર કરે છે જેથી તે ટાર્ગેટ યુઝર્સને પોતાની એડ દેખાડીને પોતાનો બિઝનેસ વધારી શકે. આ કંપનીઓ એડ સ્પેસને યુઝ કરવાના બદલે ફેસબુકને મોટી રકમ ચુકવે છે.

ફેસબુકમાં થયેલા આ બદલાવથી યુઝર્સમાં ઘણી મુંઝવણ પેદા થઇ છે. કેટલાંક યુઝર્સનું કહેવું છે કે ફેસબુક દ્વારા અચાનક કરવામાં આવેલા બદલાવથી માનવામાં આવી શકે છે કે આવનારા સમયમાં કંપની યુઝર્સ પાસેથી રૂપિયા લેવાનું શરૂ કરી શકે છે જ્યારે કેટલાંકનું માનવું છે કે કંપનીના માલિક ઝકરબર્ગ ફેસબુકના બિઝનેસ મોડેલમાં જરૂરી ફેરફાર કરવા માગે છે જેમાં યુઝર્સને પેઇડ સબ્સ્ક્રીપ્શન ઑફર કરવામાં આવશે.

આ મામલે ફેસબુકે કોઇ જવાબ આપ્યો નથી. આ વિશે અક્સપર્ટ્સનું કહેવું છે કે બની શકે છે કે ફેસબુક યુઝર્સને પેઇડ સબસ્ક્રીપ્શન ઑફર કરવા માગતુ હોય. ફ્રી ફેસબુકના મુકાબલે ફેસબુકનાં પેઇડ વર્ઝનમાં કેટલાંક એક્સ્ટ્રા ફીચર્સ મળી શકે છે.