જાણો શા માટે આ જાણીતી અભિનેત્રીએ કહ્યું કે અમને કપડાં ઉતારવાનું કહેવાય છે!
સબા કમરનો આ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના લોકો આ વીડિયોને શેર કરીને લખી રહ્યાં છે કે, માત્ર સબા જ નહીં તમામ પાકિસ્તાનીઓને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. આપણા બાળકોને માખીની જેમ મારી નાખવામાં આવે છે અને હાફિઝ સઈદ જેવા આતંકવાદી ખુલ્લાઆમ ફરી રહ્યાં છે.
તેણે ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું કે, ‘મને યાદ છે જ્યારે હું શૂટિંગ માટે ભારતીય સાથે વિદેશ ગઈ હતી ત્યારે તે લોકોને સરળતાથી જવામાં દેવાયા પણ મને રોકી લેવાઈ. મને રોકવાનું કારણ મારું પાકિસ્તાની હોવાનું હતું. તે દિવસે મને અહેસાસ થયો કે આ દુનિયા સામે આપણી આટલી જ ઈજ્જત છે.’
વીડિયોમાં સબા કહી રહી છે કે, ‘આપણે પાકિસ્તાનની ધરતીને પવિત્ર માનીએ છીએ, તેના નારા લગાવીએ છીએ. પરંતુ જ્યારે અમે બહારના દેશોમાં જઈએ અને જે રીતે અમારું ચેકિંગ કરવામાં આવે છે તે હું તમને જણાવી શકું તેમ નથી. મને શરમ આવે છે કે, ત્યાં એક-એક કરીને અમારા કપડાં ઉતારવામાં આવે છે.’
વીડિયોમાં સબા પાકિસ્તાનમાં જ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપી રહી છે જ્યાં તે રડી પડી. ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે, પાકિસ્તાની હોવાને કારણે તેને કેવી-કેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
સબાએ ટીવી સીરિયલ્સથી શરૂઆત કરીને પાકિસ્તાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખાણ બનાવી છે. તેની આ જ લોકપ્રિયતાને લીધે તેને બોલિવૂડમાં કામ કરવાની તક મળી. અત્યારે તેનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો તેને જોઈને પાકિસ્તાનના લોકોનો ગુસ્સો બહાર આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ બોલીવુડમાં હિન્દી મિડિયમથી ડેબ્યૂ કરનાર પાકિસ્તાની એક્ટ્રેસ સબા કરમે એક ટીવી શો દરમિયાન શરમના આંસૂ છલકાઈ ગયા હતા. દુઃખ એટલું હતું કે શો દરમિયાન જ તે રડત રડતા ઘટના વિશે વિસ્તારથી જણાવ્યું. એટલું જ નહીં, પાકિસ્તાનના નામને કારણે તેને વિશ્વભરમાં કેવી શરમ અનુભવી રહી છે તેના વિશે ખુલીને તેણે ટીવી પર જણાવ્યું. સબા પાકિસ્તાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તે ત્યાંની સૌથી મોંઘી એક્ટ્રેસ ગણાય છે.