હારથી લાલધૂમ થયો વિરાટ કોહલી, આ સવાલ પૂછવા પર પત્રકારો પર કાઢ્યો ગુસ્સો
સેન્ચુરિયનઃ 9 સીરીઝ જીત્યા બાદ મળેલ પ્રથમ ટેસ્ટ સીરીઝ હાર બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ થયેલ પ્રેસ કોન્ફરન્સમાં સવાલોનો સામનો કરવો પડ્યો. એક સવાલ પર તો કોહલી એટલો ભડકી ગયો કે તેણે સામે રિપોટર્ને જ સવાલ કરી દીધો. જણાવીએ કે બીજા ટેસ્ટમાં 287 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલ ટીમ ઇન્ડિયા 151 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમનો કોઈપણ બેટ્સમેન આફ્રીકાના બોલર સામે ટકી શક્યો નહીં. આ કારણે જ ટીમે બીજા ટેસ્ટ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ‘શું ભારત સેન્ચુરિયનની પરિસ્થિતિઓને જોતાં પોતાની બેસ્ટ ટીમ સાથે રમ્યું હતું?’ તો કોહલીનો જવાબ હતો કે, ‘બેસ્ટ ઇલેવન શું છે?’ તેણે વધુમાં કહ્યું કે, ‘જો અમે આ મેચ જીતી જાત તો શું તે અમારી બેસ્ટ ઇલેવન ટીમ હોત? અમે પરિણામ અનુસાર પોતાની ટીમ ઇલેવનનો નિર્ણય લેતા નથી. તમે મને એવું કહી રહ્યા છો કે, તમે સર્વશ્રેષ્ઠ ટીમ ઉતારી શક્યા હોત. તમે જ મને બેસ્ટ ઇલેવન વિશે જણાવો. અમે એ ટીમ સાથે ઊતરીશું.’
ભારતે પહેલી બે મેચમાં અંજિક્ય રહાણેની જગ્યાએ રોહિત શર્માને સ્થાન આપ્યું હતું. કોહલીએ કહ્યું કે, ‘હું કહી રહ્યો છું કે, પરાજયથી ચોક્કસ અમે આઘાતમાં છીએ, પરંતુ તમે એક નિર્ણય લેતા હોવ તો તમારે તેનું સમર્થન કરવાનું હોય. આપણે અહીં એવું ન કહી શકીએ કે, તું એક મેચમાં નિષ્ફળ રહ્યો, તું આ સ્તરે રમવા માટે લાયક નથી. શું અમે ભારતમાં હાર્યા નહોતા, જ્યાં અમે બેસ્ટ ઇલેવન સાથે રમતા હતા?’
કોહલીને ત્યાર બાદ તેની કેપ્ટનશિપમાં રમાયેલી દરેક ટેસ્ટ મેચમાં અલગ ટીમ ઉતારવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, ‘શું વધુ ફેરફાર ટીમના પરાજયનું કારણ છે?’ જવાબમાં તેણે કહ્યું કે, ‘અમે 34માંથી કેટલી ટેસ્ટ મેચ જીત્યા? અમે કેટલી મેચ હાર્યા? 21 જીત્યા છીએ (વાસ્તવમાં 20). બે હાર્યા છીએ. કેટલી ડ્રો રહી? શું તેનું મહત્ત્વ નથી? અમે જ્યાં પણ રમીએ છીએ, ત્યાં અમારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીએ છીએ. હું અહીં તમારા સવાલોના જવાબ આપવા આવ્યો છું, તમારી સાથે દલીલો કરવા આવ્યો નથી.’
‘ભારત અત્યારે નંબર વન ટીમ છે, પરંતુ શું પરાજય બાદ પણ કોહલી એવું માને છે કે તેઓ સર્વશ્રેષ્ઠ છે?’ જવાબમાં કોહલીએ કહ્યું કે, ‘અમારે પોતાનામાં પણ વિશ્વાસ રાખવો પડશે કે અમે સર્વશ્રેષ્ઠ છીએ. દક્ષિણ આફ્રિકાએ ઘણી વાર ભારતમાં સારું પ્રદર્શન કર્યું છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -