નવી દિલ્હીઃ નેટફ્લિક્સની વેબસીરિઝ સૈક્રેડ ગેમ્સમાં જોવા મળશે એક્ટ્રેસ અલ્નાઝ નોરોજીને શિકાગોમાં એરપોર્ટ પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક્ટ્રેસને શિકાગો એરપોર્ટ પર ઈરાની હોવાના કારણે અધિકારીઓએ રોકી અને તે કલાકો સુધી પૂછતાછ કરી હતી. તેના કારણે એલ્નાઝની ફળાઈટ મિસ થઈ ગઈ હતી.

અલ્નાઝએ કહ્યું કે, મને ત્રણ કલાકથી વધુ સમય માટે ઇમિગ્રેશનમાં રોકવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે એરપોર્ટ અધિકારીઓએ તેને કનેક્ટિંગ ફ્લાઇટ પર જવાથી અટકાવી. એલ્નાઝના જણાવ્યા અનુસાર, તેમની પાસે જર્મન પાસપોર્ટ છે એટલે તેમને અમેરિકામાં મુસાફરી કરવા માટે વિઝાની જરૂર નથી. તેમણે કહ્યું કે હું ઈરાની છું કારણ કે મેં સામાન્ય વિઝા માટે અરજી કરી છે. યુ.એસ. પ્રમુખ ટ્રમ્પે ઇરાનીઓ પર કેટલાક બેન મૂક્યા છે. આ જ કારણે એરપોર્ટના અધિકારીઓ તમા મ વસ્તુઓ બે વાર તપાસે છે.



એલ્નાઝે જણાવ્યું કે, તેમણે મને બહુ બધા સવાલ કર્યા હતા. મેં કનેક્ટિંગ ફલાઈટ મિસ કરી નાખી. બીજી ફ્લાઈટ 6 કલાક પછી હોવાથી મારે એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી પડી હતી. એવું લાગ્યું કે જર્ની ક્યારેય પૂરી નહીં થાય. પરંતુ હવે બધું ઠીક છે. સૈક્રેડ ગેમ્સમાં એલ્નાઝ નોરૌજીએ જોયા મિર્ઝાનો રોલ કર્યો હતો. તે સૈક્રેડ ગેમ્સની બીજી સિઝનમાં જોવા મળશે.