Sai Dharam Tej Accident: ટોલીવુડ એક્ટર સાઈ ધરમ તેજનું શુક્રવારે એક્સિડેન્ટ થયું હતું. આ ઘટના શુક્રવારે રાત્રે દુર્ગમચેરવુ કેબલ બ્રિજ પાસે બની હતી. જાણકારી મુજબ, સાઈ ધરમ તેજ એક સ્પોર્ટ્સ બાઇક ચલાવતો હતો અને કીચડના કારણે બાઇક સ્લીપ થતાં દુર્ઘટના બની હતી. તેણે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ઈજા થઈ હતી. સાઇ ધરમ તેજ ચિંરજીવીનો ભાણેજ થાય છે.


સાઈ ધરમ તેજને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ અભિનેતાની ટીમ એક નિવેદન જાહેર કર્યું અને તે બિલકુલ ઠીક હોવાનું જણાવ્યું હતું.


એક્ટરની ટીમે નિવેદનમાં કહી આ વાત


સાઈ ધરમની ટીમે નિવેદનમાં કહ્યું, તે બિલકુલ ઠીક છે અને રિકવર થઈ રહ્યો છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. સારી સારવાર માટે તેને અપોલો હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.


તસવીરો થઈ વાયરલ


આ એક્સિડેંટની તસવારી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે સાઇ ધરમની આંખો, છાતી, કમર અને શરીરના અન્ય હિસ્સા પર ઈજા થઈ છે. અકસ્માતના અહેવાલ સામે આવ્યા બાદ તેના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા.


પોલીસે શું કહ્યું


માધાપુર પોલીસે કહ્યું કે, કેબલ બ્રિજ પર જઈ રહેલા સાઈ ધરમની બાઇક સ્લીપ થઈ ગઈ હતી.સીસીટીવી ફૂટેજ તપાસમાં આવી રહ્યા છે અને દુર્ઘટના અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે. દુર્ઘટનામાં અન્ય કોઈને ઈજા થઈ નથી. તેણે હેલમેટ પહેર્યું હતું અને શરાબ નહોતી પીધી. સડક પર કિચડ હોવાના કારણે બાઇક સ્લીપ થઈ ગઈ હતી.


અમેરિકામાં ફરી કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં દોઢ લાખથી વધારે નવા કેસ નોંધાયા


અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે માથું ઊંચકતા કેટલાક દિવસથી દૈનિક સરેરાશ દોઢ લાખથી વધુ કેસ આવી રહ્યા છે અને અંદાજે 1500 લોકો મોતને ભેટી રહ્યા છે. એવામાં અમેરિકા ફરી પાછું કોરોનાની ભયાનક સ્થિતિમાં પહોંચી ગયું છે. વધુમાં અમેરિકામાં સ્કૂલો ખુલતાં જ છેલ્લા સાત દિવસમાં અઢી લાખથી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.અમેરિકામાં કેટલીક જગ્યાઓ પર કોરોનાથી થતાં મોતના આંકડા આખી મહામારી દરમિયાન હાલમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. કોરોનાના કેસ ઘટતાં એક સમયે શરૂ થયેલી સ્કૂલો ફરી બંધ થવા લાગી છે. માસ્ક અને રસીની જરૂરિયાતો અંગે કાયદાકીય લડાઈ અને હિંસા શરૂ થઈ ગઈ છે.એક સમયે કોરોનાના કેસ ઘટતાં નિયંત્રણોમાં ભારે છૂટછાટ આપનારા બાઈડેન પ્રશાસને નવા નિયંત્રણોની જાહેરાત કરવી પડી છે, જેમાં રસીકરણ અને માસ્કને ફરજિયાત બનાવવાનો સમાવેશ થાય છે.અમેરિકામાં કોરોનાના નવા 1.60 લાખથી વધુ કેસ આવ્યા હતા અને વધુ 2 હજાર જેટલા લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ 4.15 કરોડને પાર થઈ ગયા છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 91.41 લાખને પાર થઈ ગઈ છે.